Local Job Box

Best Job And News Site

300 crore if captured near Pakistan outpost | પાકિસ્તાનની નજીકની ચોકી પર કબ્જો કર્યો તો મળ્યા 300 કરોડ રૂપિયા, આ પૈસા અફઘાનિસ્તાનની આર્મી છોડીને ભાગી હતી

કાબુલ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ચોકી પર કબ્જો કર્યા પછી તાલિબાની છોકરાઓએ સૌથી પહેલા અફઘાનિસ્તાનનો ઝંડો હટાવ્યો

અફઘાનિસ્તાનની 85 ટકા જમીનનો કબજો કરી ચૂકેલા અફઘાન તાલિબાન દિવસેને દિવસે પોતાની પકડ મજબૂત કરી રહ્યાં છે. તાલિબાન ફાઈટર રોજ અફઘાનિસ્તાનની સેનાની ચોંકીઓ પર કબ્જો કરી રહ્યાં છે. પાકિસ્તાનની નજીક આવેલી આવી જ એક ચોકી પર કબ્જો કરવા જ્યારે તાલિબાની આતંકી પહોંચ્યા તો તેમના ભાગ્ય ખુલી ગયા. તેમને 3 અબજ પાકિસ્તાની રૂપિયા(300 કરોડ) મળ્યા.

અફઘાનિસ્તાનનો ઝંડો હટાવીને તાલિબાની ઝંડો લગાવ્યો
ચોકી પર કબ્જો કર્યા પછી તાલિબાની છોકરાઓએ સૌથી પહેલા અફઘાનિસ્તાનનો ઝંડો હટાવ્યો અને પોતાનો ઝંડો લગાવી દીધો. આ ચોકીને રાજકીય રીતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીંથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બોર્ડરને સરળતાથી ક્રોસ કરી શકાય છે. તેને બોલ્ડાક-ચમન-કંધાર રોડ કહેવામાં આવે છે. તેની પર તાલિબાનનો કબજો થઈ ગયો છે.

આતંકીઓને મળ્યા સ્મગલર્સના પૈસા
પાકિસ્તાનની સેનાએ પણ એ વાતની પુષ્ટી કરી છે કે ચોકી પર તાલિબાનનો કબજો થઈ ચૂક્યો છે. અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે પણ આ ઘટન પર નિવેદન બહાર પાડ્યું છે. તેમનું કહેવું છે કે તેમની આ મામલ પર નજર છે.
પાકિસ્તાની જિયો ન્યુઝનું કહેવું છે કે આતંકીઓના હાથે જે પૈસા લાગ્યા છે, તે સ્મગલર્સ પાસેથી લેવામાં આવ્યા છે. જ્યારે આ રૂટ પર કોઈ સ્મગલર પકડાય તો અફઘાનિસ્તાનના સૈનિક તેમની પાસેથી લાચ લેતા હતા.

ભારતના કંધાર દૂતવાસમાંથી 50 ડિપ્ટલોમેટ્સને બોલાવી લીધા હતા
આ પહેલા 11 જુલાઈએ ભારતના 50 ડિપ્લોમેટ્સ અને કર્મચારીઓએ કંધારના દૂતવાસને ખાલી કરી દીધો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે દૂતવાસને બંધ કરવામાં આવ્યો નથી. કંધારમાં તાલિબાન અને અફઘાનિસ્તાની આર્મીની વચ્ચે ચાલી રહેલી લડાઈને જોતા સ્ટાફને કેટલાક દિવસ માટે જ બોલાવવામાં આવ્યો છે. તે પછી દૂતાવાસના સ્ટાફને એરફોર્સના વિમાનથી ભારત લાવવામાં આવ્યો હતો. ત્યાં જવા અને પરત આવવા માટે પાકિસ્તાનના રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

કેવા છે તાલિબાન? કંધાર વિમાન અપહરણમાં શું રોલ હતો?​​​​​​​

  • 1979થી 1989 સુધી અફઘાનિસ્તાન પર સોવિયંત સંઘનું શાસન રહ્યું. અમેરિકા, પાકિસ્તાન અને અરબ દેશ અફઘાન લડાકુઓ(મુજાહિદીન)ને પૈસા અને હથિયાર આપતા રહ્યાં. જ્યારે સોવિયત સેનાઓએ અફઘાનિસ્તાન છોડ્યું તો મુજાહિદીન ગ્રુપ એક બેનર હેઠળ આવી ગયું. તેને નામ આપવામાં આવ્યું તાલિબાન. જોકે તાલિબાન ઘણા જુથોમાં વહેંચાઈ ચુક્યું છે.
  • તાલિબાનમાં 90 ટકા પશ્તૂન કબાયલી લોકો છે. તેમાંથી મોટા ભાગના પાકિસ્તાન મદરેસાઓમાંથી છે. પશ્તો ભાષામાં તાલિબાનનો અર્થ થાય છે વિદ્યાર્થી કે સ્ટુડન્ટ.
  • પશ્ચિમી અને ઉત્તરી પાકિસ્તાનમાં ઘણા પશ્તૂન છે. અમેરિકા અને પશ્ચિમી દેશ તેને અફઘાન તાલિબાન અને તાલિબાન પાકિસ્તાન તરીકે વિભાજિત કરીને જોવે છે.
  • 1996થી 2001 સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાનની હુકુમત રહી. આ દરમિયાન વિશ્વના માત્ર 3 દેશોએ તેની સરકારને માન્યતા આપવાનું જોખમ ઉઠાવ્યું હતું. આ ત્રણે જ દેશી સુન્ની બહુલ ઈસ્લામિક ગણરાજ્ય હતા. તેમના નામ હતા સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત(UAE) અને પાકિસ્તાન.
  • 1999માં જ્યારે ઈન્ડિયન એરલાઈન્સે વિમાન IC-814ને હાઈજેક કર્યું હતુ, ત્યારે તેનુ અંતિમ ઠેકાણુ અફઘાનિસ્તાનનું કંધાર એરપોર્ટ જ બન્યું હતું. તે સમયે પાકિસ્તાનના ઈશારા પર તાલિબાને ભારત સરકારને એક રીતે બ્લેકમેલ કરી. ત્રણ આતંકીઓને મુક્ત કરવામાં આવ્યા અને ત્યારે આપણા યાત્રી દેશ પરત આવી શક્યા હતા.

અન્ય સમાચારો પણ છે…
Updated: July 15, 2021 — 5:32 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Local Job Box © 2021 Frontier Theme