Local Job Box

Best Job And News Site

The making video of SS Rajmouli’s upcoming film RRR came out, a glimpse of the powerful action scenes from the grand set | એસએસ રાજમૌલિની આગામી ફિલ્મ RRRનો મેકિંગ વીડિયો સામે આવ્યો, ભવ્ય સેટથી લઈ દમદાર એક્શન સીન્સની જોવા મળી ઝલક

5 કલાક પહેલા

ડિરેક્ટર એસએસ રાજમૌલિની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘RRR’નો મેકિંગ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ફિલ્મના મેકિંગ દરમિયાન કરવામાં આવેલી મહેનત દેખાઈ રહી છે. ફિલ્મના ઓફિશિયલ હેન્ડલથી ‘Roar of RRR’નો મેકિંગ વીડિયો શેર કરીને લખવામાં આવ્યું છે,’અલ્ટીમેટ સિનેમાના અનુભવ માટે કરવામાં આવેલી મહેનતને જુઓ આ મેકિંગ વીડિયોમાં’

આ વીડિયોમાં કલાકારોથી લઈ ડિરેક્ટર અને ક્રૂ મેમ્બર સુધી દરેક સીનને શાનદાર રીતે શૂટ કરતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆર તેમના એક્શન સીન્સને શૂટ કરવામાં બીઝી જોવા મળે છે. બિહાઈન્ડ ધ સીન વીડિયોમાં ફિલ્મ ‘બાહુબલી’ની જેમ જ ભવ્ય સેટ છે. ‘RRR’ આ વર્ષે દશેરાના દિવસે થિયેટર્સમાં રિલીઝ થશે. રામ ચરણ અને જુનિયર એનટીઆર ઉપરાંત ફિલ્મમાં અજય દેવગન, શ્રિયા સરન અને આલિયા ભટ્ટ પણ મહત્ત્વપૂર્ણ પાત્રોમાં દેખાશે.

કોરોનાના કારણે ટાળવામાં આવી હતી રિલીઝ ડેટ
ફિલ્મ ડીવીવી એન્ટરટેઈન્મેન્ટ્સના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મ 1920ના દાયકાના ક્રાંતિકારી અલ્લૂરી સીતારામા રાજુ અને કોમારામ ભીમના જીવન પર આધારિત છે. પહેલા આ મલ્ટી-સ્ટારર પીરિયડ ડ્રામા ફિલ્મ 8 જાન્યુઆરી 2021ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારી અને લોકડાઉનના કારણે ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવી હતી.

450 કરોડના બિગ બજેટમાં બની રહી છે
‘RRR’ને પાંચ ભાષા હિંદી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે. રિપોર્ટ્સ પ્રમાણે, રામ ચરણ અને જુનિયર એનટીઆર ફિલ્મના ક્લાઈમેક્સ સીક્વન્સનું શૂટિંગ પૂર્ણ કરી ચુક્યા છે. ‘બાહુબલી’ જેવી સુપરહિટ સિરીઝ બનાવનારા રાજમૌલિની ‘RRR’ પણ 450 કરોડ રૂપિયાના બિગ બજેટમાં બની રહી છે.

અન્ય સમાચારો પણ છે…
Updated: July 15, 2021 — 5:59 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Local Job Box © 2021 Frontier Theme